ભૂટાનના રાજા ભારતના ત્રણ દિવસના પ્રવાસે, આજે બીજા દિવસે તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
Live TV
-
ભૂટાનના રાજા ભારતના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે છે. તેઓ ભારત સાથે ઘનિષ્ટ સંબંધોને વધુ મજબુત બનાવવા માટે ભારતના પ્રવાસે આવ્યાં છે. આજે પ્રવાસના બીજા દિવસે તેમણે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ પરસ્પર સંબંધ વધારવા પર ભાર આપ્યો હતો. તો બંને દેશો વચ્ચે ઉર્જા સહયોગ, અંતરિક્ષ, સ્ટાર્ટ-અપ અને શિક્ષામાં સહયોગ વધારવા પર સહમતિ સાંધવામાં આવી છે. બંને દેશ વેપાર અને સંપર્ક રોકાણ સહાયમાં વધારો કરશે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી કે, ભૂટાનની 13મી પંચવર્ષીય યોજનામાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે. તો સાથે જ ભૂટાનમાં માળખાકીય સુવિધાઓ સંબંધી યોજનાઓમાં ભારતની મદદ યથાવત રહેશે. આ ઉપરાંત ભારત-ભૂટાન વચ્ચે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ અંગે પણ વાતચીત થઈ હતી.
