Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકામાં 'દિતવાહ' ચક્રવાતનો વિનાશ

Live TV

X
  • શ્રીલંકામાં 'દિતવાહ' ચક્રવાતનો વિનાશ: 486 મૃત્યુ, 341 ગુમ; ભારત દ્વારા 'ઓપરેશન સાગર બંધુ' હેઠળ યુદ્ધના ધોરણે મદદ

    ચક્રવાત 'દિતવાહ'ની વિનાશક અસરને કારણે શ્રીલંકા ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, આ ચક્રવાતને કારણે અત્યાર સુધીમાં 486 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 341 લોકો ગુમ હોવાનું નોંધાયું છે.

    ચક્રવાતને કારણે સર્જાયેલી વ્યાપક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિમાં સમગ્ર દેશમાં 1000થી વધુ રાહત છાવણીઓ (શેલ્ટર હોમ્સ) માં અસરગ્રસ્ત લોકોએ આશરો મેળવ્યો છે.

    ભારતે મદદનું પ્રમાણ વધાર્યું: 'ઓપરેશન સાગર બંધુ'

    પડોશી દેશ પર આવેલી આ ગંભીર આપત્તિમાં ભારતે તાત્કાલિક અને વ્યાપક મદદ પૂરી પાડવા માટે 'ઓપરેશન સાગર બંધુ' હેઠળ રાહત કામગીરીનું પ્રમાણ વધારી દીધું છે.

    માળખાગત સુવિધાઓના મોટા પાયે નુકસાનને ધ્યાનમાં રાખીને, ભારતે 65 ટન વજનનો બેઇલી બ્રિજ (Bailey Bridge) કોલંબો મોકલ્યો હતો. આ મોડ્યુલર બ્રિજ સિસ્ટમ તૂટેલા રસ્તાઓ અને પુલોને ઝડપથી જોડવામાં મદદરૂપ થશે. ભારતીય વાયુસેનાના Mi-17 V-5 હેલિકોપ્ટરો દ્વારા ૬ ટન રાહત સામગ્રી (Relief Material) હવાઈ માર્ગે પહોંચાડવામાં આવી હતી અને અગમ્ય વિસ્તારોમાંથી 24 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

    ભારતીય સેના શ્રીલંકામાં ચાલી રહેલા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પ્રયાસોમાં સ્થાનિક અધિકારીઓને મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને પરસ્પર સહકારની ભાવના દર્શાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply