સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ પરિવર્તન સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તનની મુશ્કેલી સામે લડવા માટે આદતોમાં બદલાવ લાવવા માટે એક વૈશ્વિક જન આંદોલનની શરુઆત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તનની મુશ્કેલી સામે લડવા માટે આદતોમાં બદલાવ લાવવા માટે એક વૈશ્વિક જન આંદોલનની શરુઆત કરી છે. સોમવારે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સંમેલનને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અંગે આપણી નીતિ લાલચની નહીં પરંતુ જરુરિયાતની છે. પીએમે ભારતના બિનપરંપરાગત ઈંધણ ઉત્પાદનના લક્ષ્યને બમણાંથી વધારીને 2022 સુધીમાં 400 ગીગાવોટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
જળવાયુ પરિવર્તનના વર્તમાન સંકટથી બચવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક આપદા પર ગઠબંધનની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ટેક્નિકનો ઉપયોગ કરી ઔદ્યોગિક કાર્બન ઓછો ઉત્પન કરવાની પહેલ સાથે ભારત અને સ્વિડને અન્ય સહયોગીઓ સાથે ગઠબંધન કર્યું છે. કેટલાક વર્ષોમાં ભારતમાં જળસંરક્ષણ પર 50 બિલિયન ડૉલરનું થશે રોકાણ થશે.
જળવાયુ પરિવર્તનની સમસ્યાથી નીપટવા માટે સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવવાનું આહ્વાન કર્યું છે. તેણે દેશમાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતમાં ઈ મોબિલીટીને પ્રેરણા આપવામાં આવી છે. આ સાથે જ 1.5 કરોડ લોકોને સ્વચ્છ બળતણ પૂરું પાડવામાં આવ્યું છે.
