સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉ.કોરિયા વિરૂદ્ધ કડક કાર્યવાહી
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ ઉત્તર કોરિયા વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ઉત્તર કોરિયા સાથે વેપાર કરતી 21 જહાજરાની કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્યોંગયાંગને સંયુક્ત રાષ્ટ્રએ શાંતિના પ્રયાસમાં સહયોગ કરવા માટે દબાણ કરવા માટે કડક કાર્યવાહી કરી છે.
અમેરિકાના અનુરોધ બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમિતિએ ઉત્તર કોરિયા વિરુદ્ધ સખત કાર્યવાહી કરી છે. ઉત્તર કોરિયા વિરુદ્ધ લેવાયેલો નિર્ણય અત્યાર સુધીનો સૌથી મોટો છે.
ઉલ્લેખનિય છે કે, ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ અને બૈલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન હોવા છતાં ઉત્તર કોરિયાએ પરમાણુ અને બૈલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. જેને પગલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા ઉત્તર કોરિયા પર દબાણ વધારવા આ નિર્ણય કરાયો છે.