BAPS દ્વારા બ્રિટીશ મ્યુઝિયમમાં 'ફેથ્સ ઈન ટ્યુન' મ્યુઝિક ઉત્સવ ઉજવાયો
Live TV
-
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લંડનમાં 'ફેથ્સ ઈન ટ્યુન' મ્યુઝિક ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ સંગીતના સૂરથી હરિભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ સંગીત સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ ધર્મ અને સંસ્કૃતિને સેંકડો લોકોને એકસાથે લાવવાનો છે, જેથી આ પ્રકારના સંગીત આયોજન બીએપીએસ દ્વારા કરાય છે. એટલું જ નહીં બાળકોને સંગીત કૌશલ્યને બહાર લાવવા માટે પણ આ પ્રકારના ઉત્સવનું આયજન કરવામાં આવે છે.
'ફેથ્સ ઈન ટ્યુન' મ્યુઝિક કાર્યક્રમમાં બાળકોએ વિવિધ વાદ્યયંત્ર થકી મધુર સૂર સાથે ભજન પણ ગાયા હતા. કેટલાક બાળકોએ શાસ્ત્રીય સંગીત પણ કર્યું હતું.
અંકિત ચૌહણ, સોશિયલ મીડિયા ડેસ્ક