Skip to main content
Settings Settings for Dark

સર્બિયા રેલવે સ્ટેશન અકસ્માતમાં 14 લોકોના મોત, સરકારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

Live TV

X
  • સર્બિયાના નોવી સેડ શહેરમાં સ્થિત રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદ સર્બિયા સરકારે હવે 2 નવેમ્બરને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કર્યો છે.

    નોવી સેડના ઉચ્ચ સરકારી વકીલના કાર્યાલયે જણાવ્યું હતું કે રેલ્વે સ્ટેશનની છત ધરાશાયી થતાં અનેક લોકો દટાયા હતા. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. સર્બિયાના રાષ્ટ્રપતિ એલેકસાન્ડર વ્યુસિકે એકતા અને જવાબદારીની અપીલ કરી હતી. તેમણે બચાવકર્મીઓ અને કામદારો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આપણે બધાએ સાથે આવવું પડશે, અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવી પડશે અને નુકસાન ઘટાડવા માટે અમારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો પડશે.

    અગાઉ, સર્બિયાના વડા પ્રધાન મિલોસ વુસેવિકે જણાવ્યું હતું કે આ અકસ્માત શહેરના ઇતિહાસમાં સૌથી કાળો દિવસ હતો અને સમગ્ર સર્બિયા માટે એક દુર્ઘટના હતી. વુસેવિકે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે. તેમણે બચાવ કાર્યમાં જોડાયેલા તમામ લોકોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે માળખું 60 વર્ષ જૂનું છે, પરંતુ અધિકારીઓ આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરશે.

    તમને જણાવી દઈએ કે રેલ્વે સ્ટેશનની સામેના કોંક્રિટ પ્લેટફોર્મની છત શુક્રવારે પડી ગઈ હતી. આ અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્રણ જેટલા લોકોને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના દરમિયાન આઠ લોકોના મોતના પ્રાથમિક અહેવાલ હતા. જો કે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઘણા લોકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા. સર્બિયાના ગૃહ પ્રધાન ઇવિકા ડેસિકે જણાવ્યું હતું કે બચાવ કામગીરી બાદ ઘટનાની તપાસ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
apply