સાઉથ આફ્રિકા: ખીણ દુર્ઘટનામાં 11 મજૂરોના મોત, 75 લોકો ગંભીર રીતે ઘાયલ
Live TV
-
લિફ્ટ 650 ફૂટ નીચે પડી જતા આ દુર્ઘટના સર્જાઈ છે.
સાઉથ આફ્રિકાની એક ખીણમાં લિફ્ટ તૂટી જતા 11 મજૂરોના મોત થયા છે અને 75 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાઉથ આફ્રિકાના રસ્ટનબર્ગમાં પ્લેટિનમની ખીણમાં આ ઘટના બની હતી. મજૂરોને લિફ્ટથી નીચે ઉતારવા દરમિયાન લિફ્ટ અચાનક તૂટી જતા 650 ફૂટ નીચે પડી જતા આ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ શ્રમિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઈંપાલા પ્લેટિનમ હોલ્ડિંગ્સના મુખ્ય અધિકારી નિકો મુલરે જણાવ્યું કે, ‘આ તેમની કંપનીનો સૌથી ભયાનક દિવસ છે. આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. દુર્ઘટના સમયે તમામ કર્મચારી લિફ્ટમાં હતા.’ સાઉથ આફ્રિકામાં મોટાપાયે પ્લેટિનમનું ઉત્પાદન કરવામાં આવે છે. અગાઉ વર્ષ 2022માં થયેલ ખીણ દુર્ઘટનામાં 49 લોકોના મોત થયા હતા.
