Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયેલ અને હમાસ યુદ્ધવિરામને વધુ બે દિવસ લંબાવવા માટે સંમત થયા

Live TV

X
  • કતારે કહ્યું છે કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં અસ્થાયી યુદ્ધવિરામને વધુ બે દિવસ લંબાવવા માટે સમજૂતી થઈ છે. સોમવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ અન્સારીએ કહ્યું હતું કે, યુદ્ધવિરામને બે દિવસ લંબાવવાથી કેટલાક વધુ બંધકો અને કેદીઓને મુક્ત કરવાનો માર્ગ મોકળો થશે. સોમવારે, હમાસે ગયા શુક્રવારથી શરૂ થયેલા ચાર દિવસીય યુદ્ધવિરામના ચોથા રાઉન્ડમાં 11 બંધકોને મુક્ત કર્યા હતા. જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બિઅરબોકે બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું હતું. જે બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. તેમાં જર્મનીના બે કિશોરો પણ સામેલ છે. તેમણે કહ્યું કે 52 દિવસ સુધી સહન કર્યા બાદ તેઓ તેમના પરિવારને મળી શકે છે. બીજી તરફ ઈઝરાયેલે આજે વહેલી સવારે 33 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા હતા.

    જો કે, યુદ્ધવિરામને લંબાવવા અંગે ઇઝરાયેલ તરફથી તાત્કાલિક કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે તેનું સ્વાગત કર્યું છે. તે જ સમયે, યુએસ પ્રમુખ જો બિડેને ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ તેમજ કતાર અને ઇજિપ્તનો આભાર વ્યક્ત કર્યો, જેમણે આડકતરી રીતે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો શરૂ કરી, જેણે બંધકોની મુક્તિ અને ગાઝાને સહાય પહોંચાડવાની સુવિધા આપી. એવા અહેવાલ છે કે યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ સમિટમાં ભાગ લેવા માટે યુનાઇટેડ આરબ અમીરાતના રસ્તે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન પણ આ અઠવાડિયે ઇઝરાયેલ અને પશ્ચિમ કાંઠાની મુલાકાત લેશે.

    ગાઝામાં ચાર દિવસીય યુદ્ધવિરામને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન શાંતિ સ્થાપિત કરવામાં મોટી રાજદ્વારી સફળતા માનવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન, હમાસે 69 બંધકોને મુક્ત કર્યા જ્યારે બદલામાં ઇઝરાયેલે 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા. યુદ્ધવિરામના કારણે ગાઝા પટ્ટીમાં વધુ રાહત સામગ્રી અને ઈંધણ પહોંચાડવામાં પણ સફળતા મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply