સાઉદી અરબ: આભા જિલ્લામાં બસ દુર્ઘટના, 20 લોકોના મૃત્યુ અને 18 લોકો ઘાયલ
Live TV
-
આ મૃતકોમાં 8 બાંગ્લાદેશી તીર્થયાત્રિકો શામેલ છે.
સાઉદી અરબમાં અસીર પ્રાંતના આભા જિલ્લામાં એક બસ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 20 લોકોના મૃત્યુ અને 18 લોકો ઘાયલ થયા છે. આ મૃતકોમાં 8 બાંગ્લાદેશી તીર્થયાત્રિકો શામેલ છે. ચાર પ્રવાસીઓ હજુ પણ લાપતા છે. એક પુલ સાથે અથડાવાને કારણે બસ પલટી જતા આગ લાગી હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી. બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયે આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. બાંગ્લાદેશ વિદેશ મંત્રાલય જણાવે છે કે, મૃતકોના પાર્થિવ શરીરને પરત લાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના દરમિયાન કુલ 47 તીર્થયાત્રિકો પવિત્ર મક્કા શહેરની યાત્રા પર હતા.
