Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર

Live TV

X
  • પાકિસ્તાનની અદાલતે મહિલા ન્યાયાધીશને કથિત ધમકી આપવાના કેસ સંદર્ભમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેમજ અદાલતે સત્તાવાળાઓને તેહરીક-એ-ઈન્સાફ પક્ષના વડાને આગામી 18મી એપ્રિલે અદાલતમાં હાજર રાખવાનો આદેશ આપ્યો છે. ઈસ્લામાબાદની અદાલતમાં ન્યાયાધીશ મલિક અમને ઈમરાન ખાનના વકીલ દ્વારા ઈમરાન ખાનને અદાલતમાં પ્રત્યક્ષ હાજરીમાંથી મુક્તિ આપવાની વિનંતી કરતી અરજી પણ ફગાવી દીધી છે.

    અગાઉ 16 કેસમાં ઈમરાનને જામીન મળી ચૂક્યા છે. 9 કેસમાં તેમને લાહોર હાઈકોર્ટમાંથી જામીન મળ્યા, જ્યારે 7 કેસમાં ઈસ્લામાબાદ કોર્ટે તેમને જામીન આપ્યા છે. ખાન તેમની સામેના મજબૂત કેસોમાં હાજર થવાથી સતત બચી રહ્યા છે. જોકે, માનવામાં આવી રહ્યું છે કે જો તેમની ધરપકડ કરવામાં આવે છે તો તેમને બીજા કેસોમાં પણ હાજર કરવામાં આવશે. બુધવારે સેશન્સ જજે જણાવ્યું કે, આ કોર્ટનું અપમાન પણ છે, ખાનને હાજર થવું પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply