સાઉદી કિંગના સેનામાં ફેરબદલ, પ્રથમવાર મહિલાને બનાવાયા ઉપમંત્રી
Live TV
-
શાહી ફરમાન અનુસાર તમ્મદુર બિંત યુસૂફ અલ રમાહને ઉપમંત્રી તરીકે નિયુક્ત કરાયા છે. સામાન્ય રીતે સાઉદીમાં કોઇ મહિલાની પ્રથમવાર નિયુક્તિ કરાઇ છે.
સાઉદી અરબના કિંગ શાહ સલમાને સોમવારે સેનાના ઉચ્ચ અધિકારીઓ અને ઉપમંત્રીઓને બરતરફ કર્યા છે. સાઉદી કિંગ દ્વારા જે મંત્રીઓને હટાવાયા છે, તેમના સ્થાને યુવા અધિકારીઓને સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં યુવાઓને આર્થિક અને રક્ષા ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી છે. વિભિન્ન મંત્રાલયોમાં નવા ઉપમંત્રી અને સિટી મેયરની નિયુક્તિ કરાઇ છે. જેમાં તમ્મદુર બિંત યુસૂફ અલ રમાહની ઉપ શ્રમમંત્રી તરીકે નિયુક્તિ કરાઈ છે, જે મહિલા છે.
સાઉદી સેનાના ચીફ ઓફ સ્ટાફ રિટાયર થયા છે અને તેમની જગ્યાએ ફર્સ્ટ લેફ્ટનન્ટ જનરલ ફૈયાદ બિન હામિદ અલ રૂવાયલીને જવાબદારી સોંપાઇ છે. આ સાથે જ દેશની વાયુસેના અને આર્મીના પ્રમુખની પણ નિયુક્તિ કરાઇ છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક