ભારતના પ્રવાસે આવેલા જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીયનું સ્વાગત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
ભારતના પ્રવાસે આવેલા, જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીયનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતું. જોર્ડનના કિંગે આજે નવી દિલ્હીમાં વિદેશમંત્રી સુષમા સ્વરાજ સાથે બેઠક કરી હતી.તેઓ જોર્ડનની ટેકનિકલ સંસ્થાઓ સાથે સહકાર વધારવા આઇઆઇટી દિલ્હીની પણ મુલાકાત લેવાના હતા.. કિંગ અબ્દુલ્લા સીઇઓ રાઉન્ડ ટેબલ અને ભારત-જોર્ડન બિઝનેસ ફોરમની બેઠકમાં પણ ભાગ લેશે. તેમના ભારત પ્રવાસ દરમિયાન બન્ને દેશ વચ્ચે સંરક્ષણ સહિતના મુદ્દે દ્વિપક્ષીય સહકાર વધારવા ચર્ચા થશે. આવતીકાલે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બન્ને નેતાઓ દ્વીપક્ષીય સહકાર વધારવા એમઓયુ અને કરારો પર હસ્તાક્ષર કરે તેવી પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાનયાહુ 2017માં જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના તેમજ યુએઇના ક્રાઉન પ્રીન્સઅને 2015માં અમેરિકી પ્રમુખ બરાક ઓબામાનું એરપોર્ટ પર પ્રોટોકોલ તોડીને સ્વાગત કર્યું હતું..