UKમાં 'એમ્મા' ચક્રવાતથી જનજીવન ખોરવાયું, 11નાં મોત
Live TV
-
બ્રિટનમાં 1991માં આવેલાં સ્નો સ્ટોર્મ પછીના સૌથી ભયંકર સ્નો સ્ટોર્મનો પ્રકોપ ત્રાટક્યો છે. એમ્માની અસરથી હજારો લોકો ફસાયાના સમાચાર છે.
બ્રિટન સહિત યુરોપના દેશો ભારે કુદરતી સંકટનો સામનો કરી રહ્યાં છે. બ્રિટનમાં એમ્મા ચક્રવાતની અસર જોવા મળી રહી છે. ઉત્તરપૂર્વ ઇંગ્લેન્ડ, સ્કૉટલેન્ટ, નોર્થ આયરલેન્ડમાં બ્લેક આઇસ પડવાની શક્યતાઓ જણાવાઇ છે. યુકેમાં યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ચક્રવાતને કારણે 11 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ મળ્યા છે. આ સાથે જ અનેક લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા છે.
ડેવૉનના નાગરિકોને સલામત સ્થળે જવા આદેશ કરાયા છે. સરકાર દ્વારા એમ્મા સ્ટોર્મથી બચાવ માટેના તમામ સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. ડેવૉન અને કોર્નવોલમાં 80 કિમી-કલાકની ઝડપે આ રહેલા સ્નો સ્ટોર્મની અસર સૌથી વધુ છે.