સિડનીમાં ધુળેટીની રંગારંગ ઉજવણી, BAPS દ્વારા ફુલદોલોત્સવ ઉજવાયો
Live TV
-
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ફુલદોલોત્સવ 2018નું આયોજન કરાયું હતું.
સમગ્ર દેશમાં હોળી-ધુળેટીનો પર્વ રંગારંગ ઉજવાયો, ત્યારે વિદેશમાં પણ ભારતીય તહેવારની ઉજવણી કરવામાં આવી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સિડની ખાતે ફૂલદોલોત્સવની ઉજવણી કરાઇ હતી. સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ મહંત સ્વામીએ હરિભક્તો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી.
હરિભક્તો ધુળેટી રમવાની સાથે સાથે ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. મહંત સ્વામીએ તમામ હરિભક્તોને ભક્તિના રંગે રંગાવી દીધા હતા.
આ પ્રસંગે સ્થાનિક સાંસદો સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. BAPS દ્વારા ઉજવાયેલા ફૂલદોલોત્સવ ઉજવણીમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.
ફૂલદોલોત્સવ કાર્યક્રમ પહેલા અનિર્દેશ સ્વામી અને બ્રહ્મ સ્વરૂપ સ્વાણી હરિભક્તોને સંબોધન કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન બાદ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક