#Oscars2018 : 'ધ શેપ ઑફ વૉટર'ને બેસ્ટ ફિલ્મન સહિત 4 અવૉર્ડ્સ
Live TV
-
90માં ઓસ્કાર સમારોહમાં 13 કેટેગરીમાં નોમિનેટ થયેલી ફિલ્મ 'ધ શેપ ઑફ વૉટર'ને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ એનાયત થયો છે. આ ફિલ્મને અલગ અલગ 4 અવોર્ડ મળ્યા છે.
હોલિવુડની ડોલ્બી થિયેટર દુનિયાની નામચિન કલાકારોથી ખિચોખિચ ભરાયગયું હતું. કારણ કે તે સમય હતો ઓસ્કાર અવોર્ડ સમારોહ. લોસ એન્જલિસમાં આયોજિત 90માં ઓસ્કાર અકેડેમી અવોર્ડ સમારોહમાં મોટી સંખ્યામાં દુનિયાભરની ફિલ્મી હસ્તીઓ અવોર્ડની સાક્ષી બની હતી. જ્યારે ઓસ્કાર એવોર્ડની શરૂઆત થઈ ત્યારે સૌની નજર બેસ્ટ ફિલ્મ પર મંડરાઈ હતી. આ દરમિયાન ધ શેપ ઓફ વોટર ફિલ્મનું નામ બેસ્ટ ફિલ્મ તરીકે એનાઉન્સ થતાં જ થિયેટર તાળીઓના ગડગડાથી ગૂંજી ઉઠ્યું હતું. 90માં ઓસ્કાર સમારોહમાં 13 કેટેગરીમાં નોમિનેટ થયેલી ફિલ્મ 'ધ શેપ ઑફ વૉટર'ને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ એનાયત થયો છે. આ ફિલ્મને અલગ અલગ 4 અવોર્ડ મળ્યા છે.
'થ્રી બિલબોર્ડ્સ આઉટ સાઇડ એબિંગ મિસૌરી' માટે ફ્રાંસિસ મૈકડોરમેન્ડને સર્વેશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પોતાને નામ કર્યો,,, જ્યારે 'ડાર્કેસ્ટ ઓર' ફિલ્મ માટે બેસ્ટ અભિનેતાનો અવોર્ડ ગેરી ઓલ્ડમેનને મળ્યા છે.
તો આ બાજુ ફિલ્મ ડનકર્કએ ત્રણ શ્રેણીમાં પુરસ્કાર જીત્યા છે, જેમાં સર્વશ્રેષ્ઠ સાઉન્ડ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ મિક્સિંગઅને બેસ્ટ ફિલ્મ એડિટિંગનો સામેલ છે.
'થ્રી બિલબોર્ડ્સ આઉટ સાઇડ એબિંગ મિસૌરી' માં એક પોલિસ અધિકારીનો રોલ કરવા માટે સૈમ રોકવેલને સર્વશ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટરનો અવોર્ડ એનાયત કરાયો છે. ફિલ્મ કોકોને સર્વશ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મનો પુરસ્કાર પોતાને નામ કર્યો છે.
તો ચિલીની ફિલ્મની અ ફેન્ટાસ્કિટ બુમનને સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. ઓસ્કારના નામથી મશહૂર અકેડેમિ અવોર્ડ શરૂઆત થતાં પહેલા દિવંગત ભારતીય અભિનેતા શશિ કપૂર અને શ્રીદેવીને યાદ કરવામાં આવ્યા હતા. બન્ને મહાનુભાવોને શ્રદ્ધાંજલિ બાદ અવોર્ડની શરૂઆત થઈ હતી.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક