શ્રીલંકામાં હિંસા બાદ ઇમરજન્સી લાગુ
Live TV
-
ઇમરજન્સીમાં ભારતની ટીમ નિદાહાસ ટ્રોફી ટ્રાઇ સીરિઝ રમવા માટે હાલ શ્રીલંકામાં મોજૂદ.
શ્રીલંકામાં છેલ્લા ઘણાં વર્ષોથી બે કોમ્યુનિટીઝ વચ્ચે વધી ચાલી રહેલા તણાવના પગલે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. બૌદ્ધ સમુદાયે મુસ્લિમ સમુદાય સામે અન્ય લોકોને ઇસ્લામ ધર્મમાં કન્વર્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. શ્રીલંકન સરકારેના 10 દિવસની ઇમરજન્સી જાહેર કરી છે. ગઇકાલે સોમવારે મેજોરિટી સિંહાલી બૌદ્ધ અને માઇનોરિટી મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે કેન્ડી જિલ્લામાં અથડામણ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીલંકા સરકારનું માનવુ એવુ છે કે, ઇમરજન્સી લાગુ કરી હિંસા ફેલાવનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો છે. હાલમાં ભારતીય ટીમ નિદાહાસ ટ્રોફી ટ્રાઇ સીરિઝ રમવા માટે શ્રીલંકામાં મોજૂદ છે.