સેશલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોરે લીધી સાબરમતી આશ્રમની મુલાકાત
Live TV
-
સેશલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોરે મુલાકાત દરમિયાન વિઝિટર બુકમાં લખ્યું હતું કે ગાંધીજીએ વર્ષો પહેલાં આપેલો અહિંસાનો સંદેશો આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
ભારતની મુલાકાતે આવેલા સેશલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોરે ગઈકાલે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે તેમણે અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હૃદય કુટિરમાં ગાંધીજીની પ્રતીમાને સૂતરની આંટી પહેરાવી હતી. આ સાથે જ સાબરમતી આશ્રમ તેમજ ગાંધીજીની ફોટો પ્રદર્શન ગેલેરી નિહાળીને રેટિયો કાંત્યો હતો. આ મુલાકાત દરમિયાન વિઝિટર બુકમાં તેમણે લખ્યું હતું કે ગાંધીજીએ વર્ષો પહેલાં આપેલો અહિંસાનો સંદેશો આજે પણ એટલો જ પ્રસ્તુત છે. આ સમયે તેમની સાથે આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ અને સેક્રેટરી અમૃતભાઈ મોદી હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમણે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને પછી વિશેષ વિમાન દ્વારા તેઓ અમદાવાદથી રવાના થયા હતા.