સુરક્ષાકર્મીઓએ લશ્કર-એ -તોયબાના કમાન્ડર સહિત બે આતંકવાદીઓને કર્યા ઠાર
Live TV
-
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાકર્મીઓએ લશ્કર-એ -તોયબાના કમાન્ડર સહિત બે આતંકવાદીઓને કર્યા ઠાર, અન્ય એક આતંકવાદીનું હથિયાર સાથે આત્મ સર્મપણ- સુરક્ષાના પગલે વિસ્તારને કોર્ડન કરી ચાલી રહેલું સર્ચ ઓપરેશન.
જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાકર્મીઓ અને આતંવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે સુરક્ષાકર્મીઓ તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, અને સામસામા ગોળીબારમાં બે આંતકવાદીઓ માર્યા ગયા હતા.જેમાં એક આતંકવાદી લશ્કરે તોયબાનો કમાન્ડર શકુર અહેમદ દાર છે , અન્ય એક આતંકવાદી હૈદર જે પાકિસ્તાની નાગરીક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉપરાંત અન્ય એક આતંવાદીએ આત્મ સમર્પણ કર્યું છે. જેની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ મામલે કાશ્મીર રેન્જના IG સ્વયંમ પ્રકાશ પાનીએ જણાવ્યું છે કે, સુરક્ષાને ધ્યાનમાં રાખી આખા વિસ્તારનો ઘેરાવો કરી તપાસ હાથ ધરવામાં આવી છે