સેશલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થઈ દ્વિપક્ષીય વાતચીત
Live TV
-
દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ભવ્ય ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે થયા મહત્વપૂર્ણ છ સમજૂતી કરાર
સેશલ્સ ના રાષ્ટ્રપતિ ડેની ફોર ભારતની છ દિવસની મુલાકાતે આવ્યા છે. દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ભવ્ય ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ડેની ફોર દ્વિપક્ષી મુલાકાત માટે પ્રથમ વખત ભારત આવ્યા છે. આજે તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ મુલાકાતમાં બહુચર્ચિત સેશલ્સના અઝમ્પશન દ્વિપ પર ભારતીય નેવીનો બેઝ સ્થાપવા અંગે એકબીજાના હિત જોતા સહયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ ટાપુ હિંદ મહાસાગરમાં મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર સ્થિત છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ છ સમજૂતી કરાર થયા છે. ભારતે સેશલ્સને રક્ષા ક્ષેત્રે 100 મિલિયન ડોલર આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ડેની ફોર સુષ્મા સ્વરાજની પણ મુલાકાત લેશે.આ ઉપરાંત તેઓ ભારત સેશલ્સ બિઝનેસ ફોરમમાં પણ ભાગ લેશે. સેશલ્સના રાષ્ટ્રપતિ ભારતની છ દિવસની મુલાકાત દરમિયાન અમદાવાદ અને ગોવાની યાત્રા બાદ દિલ્હી પહોંચ્યા છે...