એશિયાઇ દેશોની આશા બન્યુ ભારત, AIIB માં પ્રધાનમંત્રી મોદી કરશે સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,આજે મુંબઈ ખાતે ,એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કની ,ત્રીજી વાર્ષિક સભામાં ,કરશે સંબોધન - બેન્કે ભારતના બુનિયાદી ઢાંચાને વધુ મજબૂત બનાવવા માટે 1.10 અબજ ડોલર આપવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં આજે એશિયાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક એટલે કે એઆઈઆઈબીની ત્રીજી વાર્ષિક બેઠકનું ઉદ્ઘાટન કરશે. આ વર્ષે યોજાનારી બેઠકનો વિષય છે. આધારભૂત ઢાંચા માટે નાણાંકીય પોષણ - નવા વિચારો તથા સમજૂતિ. આ બેઠકમાં સરકાર તથા વિભિન્ન સંગઠનોના પ્રતિનિધિઓ મૂળભૂત ઢાંચામાં રોકાણ કરી એક સતત ભવિષ્ય બનાવવા માટે વિચારો તથા અનુભવો વિશે ચર્ચા કરશે. મુંબઈમાં થઈ રહેલી ત્રીજી વાર્ષિક બેઠકમાં 86 દેશોના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં એઆઈઆઈબીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પણ બેઠક થશે જેમાં પ્રત્યેક દેશની પ્રતિનિધિમંડળ બેઠક યોજાશે. નાણામંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, દેશમાં મૂળભૂત ઢાંચાના નિર્માણ માટે આગામી દસ વર્ષ માટે ચાર હજાર પાંચસો અરબ ડોલરની જરૂરત પડશે. એઆઈઆઈબીની સ્થાપના બે વર્ષ અગાઉ ચીનની આગેવાનીમાં થઈ હતી. એશિયાઇ દેશોના વિકાસ માટે આ બેઠકનું આયોજન થાય છે