Skip to main content
Settings Settings for Dark

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનું મોટું એલાન: અમેરિકા-ઈઝરાયલ સિવાયના દેશોના જહાજો પર હુમલો નહીં થાય

Live TV

X
  • ઈરાને સ્પષ્ટ કર્યું છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માત્ર અમેરિકા અને ઈઝરાયેલના જહાજો માટે જ બંધ છે. વિશ્વના બાકીના દેશોના જહાજો અહીંથી પસાર થઈ શકે છે. હાલ આ દરિયાઈ માર્ગમાં સેંકડો જહાજો ફસાયેલા છે.

    ઈરાને જણાવ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને વિશ્વ માટે બંધ કરવામાં આવ્યું નથી. આ દરિયાઈ કોરિડોરમાં માત્ર ઈઝરાયેલ અને અમેરિકાના જહાજોને જ રોકવામાં આવશે, કારણ કે આ દેશોએ ઈરાન પર હુમલો કર્યો છે. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પોતાના એક નિવેદનમાં આ વાત કહી છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં મોટી સંખ્યામાં જહાજો ફસાયેલા છે. જેના કારણે વિશ્વના મોટા ભાગમાં ઉર્જા સંકટ ઊભું થઈ રહ્યું છે.

    અબ્બાસ અરાગચીએ શનિવારે 'એમએસ નાઉ' સાથેની વાતચીતમાં કહ્યું, "હકીકત એ છે કે હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી છે. અમેરિકા અને ઈઝરાયેલને બાદ કરતાં બાકીના તમામ દેશોના જહાજો આ જળમાર્ગ પરથી પસાર થઈ શકે છે. તે માત્ર અમારા દુશ્મનો અને તેમના સહયોગીઓના ટેન્કરો તથા જહાજો માટે બંધ છે જેઓ અમારા પર હુમલો કરી રહ્યા છે. બાકીના તમામ લોકો અહીંથી પસાર થવા માટે આઝાદ છે."

    અરાગચીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાની પણ મજાક ઉડાવી છે. જેમાં તેમણે કહ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કોઈપણ ભોગે ખોલવામાં આવશે. અબ્બાસ અરાગચીએ કહ્યું કે અમેરિકાની જે 'સિક્યોરિટી અમ્બ્રેલા'ના ગુણગાન ગાવામાં આવતા હતા. તે હવે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે.

    તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકાનું સિક્યોરિટી અમ્બ્રેલા રોકવાને બદલે તેમને આમંત્રણ આપી રહ્યું છે. હવે અમેરિકાએ ચીન પાસે વિનંતી કરવી પડી રહી છે કે તેઓ હોર્મુઝને સુરક્ષિત બનાવવામાં મદદ કરે. ઈરાન તેના પડોશી દેશોને આહ્વાન કરે છે કે તેઓ વિદેશી આક્રમણખોરોને બહાર કાઢી મૂકે કારણ કે તેમની ચિંતા માત્ર ઈઝરાયલ છે.

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને કોઈપણ સંજોગોમાં ઈરાનના 'ખતરા'થી મુક્ત કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાથી પ્રભાવિત થયેલા દેશો તેને સુરક્ષિત રાખવા માટે પોતાના યુદ્ધ જહાજો મોકલશે. ટ્રમ્પે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને યુકેને યુદ્ધ જહાજો મોકલવા અપીલ કરી છે.

    હોર્મુઝની સામુદ્રધુની ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનના દ્વીપકલ્પ વચ્ચે આવેલો દરિયાઈ માર્ગ છે. જે માત્ર 54 કિલોમીટર પહોળો છે. ઈરાનમાં યુદ્ધ શરૂ થયા બાદ આ માર્ગ પર દરિયાઈ પરિવહન લગભગ ઠપ થઈ ગયું છે. આના કારણે વિશ્વના અનેક દેશોમાં ઉર્જા સંકટ પેદા થયું છે અને તેલની કિંમતો ઝડપથી વધી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply