સ્વિટ્ઝર્લેન્ડમાં 40માં ઇંટરનેશનલ બલૂન ફેસ્ટિવલની શરૂઆત
Live TV
-
સ્વિટ્ઝર્લેન્ડમાં આંતરરાષ્ટ્રીય બલૂન ફેસ્ટિવલનો આગાઝ થઇ ચૂક્યો છે. ગગનમાં રંગબેરંગી બલૂન ઉડતા સફેદ ધરા વધુ આકર્ષક લાગી રહી છે.
પૂર્વી સ્વિટ્ઝર્લેન્ડના ડીઓેએક્સના સ્કી રિસોર્ટમાં શરૂ થયેલા 40માં ઇંટરનેશનલ બલૂન ફેસ્ટિવલ આગામી નવ દિવસ ચાલશે. આ ફેસ્ટિવલમાં સેંકડો હોટ એર બલૂન તેમજ લગભગ 20 દેશના બલૂન પાઇલટ ભાગ લઇ રહ્યા છે. બરફથી ઢંકાયેલી સફેદ ધરતી અને આકાશ રંગબેરંગી બલૂનથી નજારો અદભૂત લાગી રહ્યો છે. બલૂન ફેસ્ટિવલમાં બાળકો માટે પણ ખાસ પ્રકારનું આયોજન કરાયું છે, જેમાં બાળકોને પણ અવકાશી નજારો બતાવવામાં આવી રહ્યો છે. બલૂન ફેસ્ટિવલને નિહાળવા માટે મોટી સંખ્યામાં પર્યટકો પણ પહોંચી રહ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય બલૂન ફેસ્ટિવલ 4 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.