સાઉદી અરબના રણ વિસ્તારમાં હિમવર્ષા, લોકોમાં કુતૂહલ
Live TV
-
તાબુકમાં હિમવર્ષાના સમાચારથી પર્યટકો અને સ્થાનિક લોકોનો ધસારો વધ્યો
આજકાલ દુનિયાના ઠંડા વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ રહી છે, પણ આ વખતે સાઉદી અરબની વેરાન જગ્યાએ પણ હિમપાતની તસ્વીરો સામે આવી છે. સાઉદીના તાબુકના રણ વિસ્તારમાં હિમપાત થતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે. સાઉદીના તાબુક વિસ્તારમાં હાલ રણ વિસ્તાર બરફની ચાદરથી ઢંકાઇ ગયું છે, જેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યા છે. ભાગ્યે જ અહીં હિમપાત થતો હોવાથી સ્થાનિક લોકો પણ તેની મઝા માણી રહ્યા છે.
અરબ ન્યૂઝના અહેવાલ મુજબ, તાબુકમાં હિમપાતના સમાચારથી આસ-પાસના વિસ્તારના લોકો સહિત પર્યટકો પણ ત્યાં પહોંચી રહ્યા છે. ભારે હિમપાતને કારણે માઉંટ અલાઉજર જતા માર્ગ પર વાહનોની કતારો પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સાઉદીનો તાબુક વિસ્તાર પહાડી વિસ્તારમાં છે જ્યાં 2580 મીટર ઊંચો અલલૉજ માઉંટેન છે.