માલદિવમાં ઈમરજન્સી પછી સંક્ટ વધ્યું
Live TV
-
માલદીવમાં સુપ્રીમ અને સરકાર વચ્ચે ઘેરાયું સંકટ રાષ્ટ્રપતિ અબ્દુલા યામીને કરી કટોકટીની જાહેરાત લશ્કરે કર્યો સંસદનો ઘેરાવ
માલદિવમાં હાલના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ઈમરજન્સી લાદ્યા પછી અહીંના પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ અને ચીફ જસ્ટિસની ધરપકડ કરી લેવામાં આવી છે. આ માહિતી તેમની દીકરીએ ટ્વિટ કરીને આપીને છે. નોંધનીય છે કે, તાજેતરમાં દેશના સુપ્રીમ કોર્ટના 9 રાજનેતાઓને છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ યામીને આ આદેશ માનવાનો ઈન્કાર કરી દીધો હતા ત્યારપછી અહીં રાજકીય સંકટ ઊભુ થયું છે.ઈમરજન્સી લગાવ્યા પછી આર્મીએ વિવિધ જગ્યાએ દરોડા પાડ્યા છે. નાગરિકોના દરેક અધિકાર રદ કરી દેવામાં આવ્યા છે. સેના કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે.બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયે માલદિવમાં રહેતા ભારતીય નાગરિકોને એલર્ટ રહેવા કહ્યું છે. તે ઉપરાંત લોકોને હાલ માવદિવ ન જવાની પણ સલાહ આપવામાં આવી છે.