હજબુલ્લાહ અને ઈઝરાયલે એકબીજા પર રોકેટ અને મિસાઈલથી હુમલો કર્યો
Live TV
-
લેબનાન અને ઈઝરાયલની સીમાની નજીક એકબીજા પર રોકેટ અને મિસાઈલથી હુમલો કર્યો.
હજબુલ્લાહ અને ઈઝરાયલે એકબીજા પર મિસાઈલથી હુમલો કર્યો છે. લેબનાન અને ઈઝરાયલની સીમાની નજીક એકબીજા પર રોકેટ અને મિસાઈલથી હુમલો કર્યો છે. હજબુલ્લાહે જણાવ્યું છે કે, ‘ઈઝરાયલની સીમાની નજીક ઈઝરાયલના ડ્રોનને ઠાર કર્યું છે. ઈઝરાયલ સીમાની નજીક ઈઝરાયલના સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.’ ઈઝરાયલની સેનાએ જણાવ્યું છે કે, તેમણે ઈઝરાયલી ડ્રોન પર કરેલ હુમલાને નિષ્ફળ કરી દીધો છે.
ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ જણાવ્યું છે કે, ‘ઈઝરાયલ યુદ્ધના નિયમોનું પાલન કરે છે.’ હમાસ આતંકવાદીઓએ બંધક બનાવેલ લોકોને મુક્ત કરવાની માંગ સાથે ઈઝરાયલીઓએ યરૂશલેમમાં બેંજામિન નેતન્યાહૂની ઓફિસની સામે માર્ચ કરી, તે સમયે આ નિવેદન સામે આવ્યું છે.
ગાઝામાં અલ શિફા હોસ્પિટલમાંથી અનેક લોકો જતા રહ્યા છે. ડોકટરો અનુસાર ઈઝરાયલની સેનાએ તેમને જવા માટે કહ્યું હતું, પરંતુ ઈઝરાયલના સુરક્ષાબળો જણાવે છે કે, હોસ્પિટલના નિદેશકના અનુરોધ પર લોકોને જવા માટે કહ્યું છે. ઈઝરાયલે આરોપ મુક્યો છે કે, હમાસે હોસ્પિટલમાં કમાન કેન્દ્ર બનાવી દીધું છે. ઈઝરાયલી બંધકોના પરિવારજન ઈઝરાયલ સરકાર લોકોને મુક્ત કરે તે માટે તેલ અવીવમાં માર્ચ કરી રહ્યું છે, જેમાં હજારો લોકો શામેલ છે.
