Skip to main content
Settings Settings for Dark

હમાસને રૂપિયા ટ્રાન્સફર કરનાર વ્યક્તિને ઠાર મરાયો, ઈઝરાયલી સેનાએ કર્યો દાવો

Live TV

X
  • ઈઝરાયલી સેનાએ ગાઝામાં હમાસના મુખ્ય મની એક્સચેન્જરને ઠાર માર્યો છે. ઈઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ગાઝા શહેરમાં સૈયદ અહેમદ આબેદ ખુદારીને ઠાર માર્યો છે. જે હમાસનો મુખ્ય મની એક્સચેન્જર હોવાનું કહેવાય છે.

    ખુદારી, અલ વેફાક કંપની ફંડનો વડો હતો, જેને ઈઝરાયલી સરકારે આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યો હતો. ખુદારીએ ઘણા વર્ષોમાં, ખાસ કરીને 7 ઓક્ટોબર, 2023નાં હુમલા પછી, ઘણી વખત હમાસની લશ્કરી પાંખને રૂપિયા ટ્રાન્સફર કરવામાં મદદ કરી હતી. 

    2019 માં તેના ભાઈ હમીદ ખુદારીની હત્યા બાદ ખુદારીની સંડોવણી વધી ગઈ હતી, જેણે હમાસના લશ્કરી કાર્યવાહી માટે પ્રાથમિક નાણાકીય ચેનલ તરીકે પણ કામ કર્યું હતું. ખુદારી ઈઝરાયેલીઓના અપહરણ અને હત્યામાં સામેલ હતો.

    ઈઝરાયલે 18 માર્ચે હમાસ સાથે બે મહિનાનો યુદ્ધવિરામ સમાપ્ત કર્યો. આ પછી, પેલેસ્ટિનિયન એન્ક્લેવ પર ઘાતક હવાઈ અને જમીની હુમલાઓ ફરી શરૂ થયા. ઈઝરાયલી સેનાના પ્રવક્તા એફી ડેફ્રિને ગુરુવારે જણાવ્યું હતું કે સેના ગાઝામાં તેના આક્રમણના નવા તબક્કામાં પ્રવેશી ગઈ છે.

    ગાઝાના આરોગ્ય અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,249 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને 3,022 ઈજાગ્રસ્ત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply