Skip to main content
Settings Settings for Dark

હોર્મુઝ સંકટ: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંની ઈરાન સાથે વાતચીત, સ્ટ્રેટ તાત્કાલિક ખોલવા અનુરોધ

Live TV

X
  • અખાતી દેશોમાં વધતા તણાવ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.

    મેક્રોંએ હોર્મુઝ સ્ટ્રેટ પરની નાકાબંધી કોઈપણ વિલંબ કે શરત વિના તાત્કાલિક હટાવવા માટે તમામ પક્ષોને આહવાન કર્યું છે.મેક્રોંએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમણે યુએઈના નાગરિક માળખાગત સુવિધાઓ અને જહાજો પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. તેમણે આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે. ફ્રાન્સ અને બ્રિટન દ્વારા પ્રસ્તાવિત બહુરાષ્ટ્રીય મિશન જહાજ માલિકો અને વીમા કંપનીઓમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે. આ માટે ફ્રાન્સનું એરક્રાફ્ટ કેરિયર ‘ચાર્લ્સ ડી ગોલ’ તૈનાત કરવામાં આવ્યું છે.

     મેક્રોંના મતે સ્ટ્રેટમાં શાંતિ સ્થાપવાથી પરમાણુ કાર્યક્રમ અને બેલિસ્ટિક મિસાઈલ જેવા મુદ્દાઓ પર ચાલી રહેલી વાટાઘાટોને વેગ મળશે. યુરોપિયન દેશો ઈરાન પરથી પ્રતિબંધો હટાવવા માટે પોતાની જવાબદારી નિભાવવા તૈયાર છે.અહેવાલો મુજબ, અમેરિકા અને ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે એક કરારની ખૂબ નજીક છે. આ સંભવિત સમજૂતી હેઠળ ઈરાન પરમાણુ સંવર્ધન રોકવા સંમત થઈ શકે છે, જ્યારે અમેરિકા પ્રતિબંધો હટાવવા અને સ્ટ્રેટમાં અવરજવરની છૂટ આપવા પર વિચાર કરી રહ્યું છે.નોંધનીય છે કે 8 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ બાદ બંને દેશો વચ્ચે પાકિસ્તાનમાં પણ શાંતિ વાટાઘાટો થઈ હતી, જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply