22 દેશોનું ઈરાનને આહ્વાન: હુમલા રોકો, હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલો; વૈશ્વિક અસરોની ચેતવણી
Live TV
-
વિશ્વના 22 દેશોએ ઈરાનને હુમલા રોકવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ભારપૂર્વક વિનંતી કરી છે. આ સાથે જ તેમણે આ સ્થિતિના ગંભીર વૈશ્વિક પરિણામો આવશે તેવી ચેતવણી પણ આપી છે.
સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત કુલ 22 દેશોએ આ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. આ દેશોએ મધ્ય પૂર્વના વિસ્તારમાં વાણિજ્યિક જહાજો અને ઉર્જા કેન્દ્રો પર ઈરાન તરફથી કરવામાં આવેલા હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે કે ઈરાનના આવા કાર્યોની નકારાત્મક અસર સમગ્ર વિશ્વ પર પડશે. જેમાં ખાસ કરીને ગરીબ દેશો સૌથી વધુ પ્રભાવિત થશે.
