Skip to main content
Settings Settings for Dark

ટ્રમ્પની ઈરાનને ચેતવણી: 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખૂલે તો પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરીશું

Live TV

X
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનને નવી ડેડલાઈન આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી છે કે જો નિર્ધારિત સમયમાં આ દરિયાઈ માર્ગ ખોલવામાં નહીં આવે તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવશે.

    ટ્રમ્પની 48 કલાકની 'ડેડલાઈન'

    ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કર્યું કે, "જો ઈરાન આગામી 48 કલાકમાં કોઈપણ ધમકી વગર હોર્મુઝ સ્ટ્રેટને નહીં ખોલે તો અમેરિકા તેના અનેક પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરીને તેમને તબાહ કરી દેશે. આની શરૂઆત તેમના સૌથી મોટા પ્લાન્ટથી કરવામાં આવશે."

    ટ્રમ્પની આ ચેતવણી રવિવારે વહેલી સવારે (ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે) આવી છે. આના થોડા કલાકો પહેલા જ ઈરાનની બે મિસાઈલોએ દક્ષિણ ઈઝરાયેલમાં આવેલા અઘોષિત પરમાણુ મથક સહિતના વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. જેમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

    હોર્મુઝ સ્ટ્રેટનું મહત્ત્વ અને અસર

    - વિશ્વના કુલ તેલ પુરવઠાનો અંદાજે 20% હિસ્સો આ માર્ગે પસાર થાય છે.
    - ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ 28મી ફેબ્રુઆરીથી આ માર્ગ પ્રભાવિત થયો છે અને તેલની સપ્લાય લગભગ અટકી પડી છે.
    - યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. જે ગયા વર્ષની સરખામણીએ 50% વધુ છે.

    ટ્રમ્પનો દાવો: "ઈરાન નકશા પરથી સાફ"

    'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના એક રિપોર્ટના જવાબમાં ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે નિર્ધારિત સમય કરતા વહેલા પોતાના લક્ષ્યો હાંસલ કરી લીધા છે. તેમણે કહ્યું, "અમેરિકાએ ઈરાનને નકશા પરથી મિટાવી દીધું છે. તેમનું નેતૃત્વ ખતમ થઈ ગયું છે. નૌકાદળ અને વાયુસેના તબાહ થઈ ગઈ છે. હવે તેઓ સમજૂતી કરવા માંગે છે પણ હું નથી ઈચ્છતો."

    ઈરાનનો વળતો જવાબ

    ઈરાની સેનાએ પણ અમેરિકાને વળતી ધમકી આપતા કહ્યું છે કે જો તેમના પર હુમલો થશે તો તેઓ આ વિસ્તારમાં આવેલા અમેરિકા અને તેના સાથી દેશોના એનર્જી સેન્ટર્સ અને પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ્સ પર હુમલો કરશે. 

    ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલીબાફે જણાવ્યું કે, "ઈઝરાયલ હવે અસુરક્ષિત છે. જો તેઓ ડિમોના જેવા સુરક્ષિત વિસ્તારમાં પણ મિસાઈલો રોકી શકતા નથી તો તેનો અર્થ છે કે આ યુદ્ધ હવે નવા તબક્કામાં પ્રવેશી ગયું છે."

    ઈઝરાયલના પરમાણુ મથક પર હુમલો

    ઈરાને ઈઝરાયલના ડિમોના વિસ્તારમાં મિસાઈલ હુમલો કર્યો છે. જેને મધ્ય પૂર્વનો એકમાત્ર પરમાણુ હથિયાર ભંડાર માનવામાં આવે છે.  અરદ શહેરમાં 88 લોકો ઘાયલ થયા છે અને રહેણાંક ઇમારતોને ભારે નુકસાન થયું છે.
    ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આને 'ખૂબ મુશ્કેલ સાંજ' ગણાવી અને તેહરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. 

    ઈરાને દાવો કર્યો છે કે ડિમોના પરનો આ હુમલો તેમના નતાંઝ પરમાણુ કેન્દ્ર પર ઈઝરાયલ તરફથી કરવામાં આવેલા હુમલાનો બદલો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply