Skip to main content
Settings Settings for Dark

IIM અમદાવાદની શાખા દુબઈમાં શરૂ કરાશે : પીએમ મોદી

Live TV

X
  • દુબઈમાં ભારતના લોકો ધંધા-રોજગાર માટે વસે છે, ત્યારે તેમના ભાટે ખાસ વહિવટી તંત્ર ઉભુ કરાવાની પીએમ મોદીની જાહેરાત

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમિરાતને લઇને દુબઇનું ઓપેરા હાઉસ ભારતીય રંગમાં રંગાઇ ગયું. સવારથી જ પ્રધાનંમત્રી મોદીને મળવા ઓપેરા હાઉસમાં ભારે ભીડ એકત્રિત થઇ હતી. ભારતીય નૃત્ય અને સંગીતની સૂરાવલીઓ વચ્ચે પ્રધાનમંત્રી મોદી જયારે પહોંચ્યા ત્યારે લોકોનો ઉત્સાહ બેવડાઇ ગયો. અહીં ભારતીય સમુદાયના લોકોને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એકલા યુએઇમાં જ 33 લાખ ભારતીયો રહે છે. પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, IIM અમદાવાદની દુબઈમાં શાખા ખોલવામાં આવશે. દુબઈમાં ભારતના લોકો ધંધા-રોજગાર માટે વસે છે, ત્યારે તેમના ભાટે ખાસ વહિવટી તંત્ર ઉભુ કરાશે. જેથી ભારતીય શ્રમિકો માટે દુબઈ સરકાર પાસેથી તેમના માટે કલ્યાણકારી વ્યવસ્થાઓ ઉભી કરી શકાય. પ્રધાનમંત્રીની યાત્રાની ત્રીજી મોટી ફળશ્રૃતિ એ છે, કે દુબઈમાં મણિપાલ યુનિવર્સિટી મેડિકલ કોલેજની શાખા પણ ખોલાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply