ભારત-UAE વચ્ચે પરિવન અને પેટ્રોલિયમ સહિત 5 MoU પર હસ્તાક્ષર
Live TV
-
ભારત અને UAE વચ્ચે ઉર્જા, રેલવે, ભારતીય શ્રમિકો અને નાણાંક્ષેત્રે પાંચ સમજૂતીઓ પર હસ્તાક્ષર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમિરાતમાં દુબઇ ખાતે વિશ્વ શાસન શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ શિખર સંમેલનમાં 140 દેશના પ્રતિનિધિઓ અને 2000થી વધુ વર્લ્ડ લિડર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. પીએમ મોદીએ વિકાસ માટે ટેકનોલોજીના સુભગ સમન્વય માટે દુબઇને શ્રેષ્ઠ બતાવી, એક ચમત્કારને સાકાર કર્યો હોવાનું જણાવ્યું. સાથોસાથ આકાશની ઉંચાઇએ પહોંચેલા વૈભવને સંકલ્પની શ્રેણીમાં મૂકી દ્રઢ પરિકલ્પના સાથે સરખાવ્યો. પીએમ મોદી અબુધાબી પહોંચતા જ ત્યાંના ક્રાઉન પ્રિન્સ શેખ મોહંમદ બીન ઝાયેદ અલ હ્યાત તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષી વાતચીત પણ થઇ. બન્ને દેશ વચ્ચે ઉર્જા, રેલવે, ભારતીય શ્રમિકો અને નાણાંક્ષેત્રે પાંચ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે.