પીએમ મોદીએ BAPS સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના પ્રોજેક્ટનો વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના પ્રોજેક્ટનો વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ અબુધાબીમાં વોર મેમોરિયલ "વહાત અલ કરામા"ની મુલાકાત લીધી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્વામિનારાયણ મંદિરના નિર્માણની આધારશીલા મુકી અને ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીની દુબઈ યાત્રા, ગુજરાત માટે વિશેષ સિદ્ધિ આપનારી બની છે. IIM અમદાવાદની દુબઈમાં શાખા ખોલવામાં આવશે. દુબઈમાં ભારતના લોકો ધંધા-રોજગાર માટે વસે છે, ત્યારે તેમના ભાટે ખાસ વહિવટી તંત્ર ઉભુ કરાશે. જેથી ભારતીય શ્રમિકો માટે દુબઈ સરકાર પાસેથી તેમના માટે કલ્યાણકારી વ્યવસ્થાઓ ઉભી કરી શકાય. પ્રધાનમંત્રીની ત્રીજી મોટી ફળશ્રૃતિ એ છે, કે દુબઈમાં મણિપાલ યુનિવર્સિટી મેડિકલ કોલેજની શાખા પણ ખોલાશે. આ રીતે જોતા પ્રધાનમંત્રીની અબુધાબીની મુલાકાત, ભારત અને ખાસ કરીને ગુજરાત માટે ફળદાયી નીવડી છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અબુ ધાબીમાં સેતુ રૂપ હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ માનવ પાર્ટનરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અબુધાબીમાં નિર્માણ થનારું મંદિર ખૂબ ભવ્ય હશે. અબુધાબીમાં મંદિરના નિર્માણ માટે યુએઇના પ્રિન્સનો ઘણો સહયોગ મળ્યો છે, માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
યુએઇ સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 55,000 વર્ગ મીટર જમીન આપી હતી. દુબઇમાં અબુધાબી માર્ગ પર વહાત અલ કરાવામાં નિર્માણ પામનારા મંદિરની અનુકૃતિનું અનાવરણ કર્યું ખાસ પથ્થરોથી બનશે જે પશ્ચિમી એશિયામાં પથ્થરોથી બનનારૂં આ પહેલું હિન્દુ મંદિર હશે. UAEમાં નિર્માણ થનારું હિન્દુ મંદિર 2020ની સાલ સુધીમાં બનીને તૈયાર થઇ જશે.