માલદીવ સંકટને લઇને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક ચર્ચા, અફગાનિસ્તાન, મ્યાંનમાર, માલદીવ અને ઉત્તર કોરિયા મુદ્દે ચર્ચા કરી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અફગાનિસ્તાન, મ્યાંનમાર, માલદીવ અને ઉત્તર કોરિયા મુદ્દે ચર્ચા કરી છે. વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે, બન્ને નોતાઓએ ફોન પર વાતચીત કરી છે. અફગાનિસ્તાનમાં ચાલી રહેલા યુદ્ધ, માલદીવમાં રાજનીતિ સંકટ, મ્યાનમારમાં રોહિંગ્યા શરણાર્થિઓની પરિસ્થિતિ અને ઉત્તર કોરિયા દ્વારા થઇ રહેલા પરમાણુ પરિક્ષણ અંગે ડૉનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીએ ચર્ચા કરી છે.
અફગાનિસ્તાનની સુરક્ષા અને સ્થિરતાના સમર્થમાં અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સાથે જ બન્ને નેતાઓએ માલદીવમાં ચાલી રહેલા સંકટને લઇને ચર્ચા કરી અને કાયદો વ્યવસ્થાના સંબંધમાં ચિંતા પણ વ્યક્ત કરી છે.