પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પશ્ચિમ એશિયાઈ દેશોની યાત્રા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પેલેસ્ટાઇન, ઓમાન UAEના નેતાઓ સાથેની મુલાકાતને લઈને જાણકારી આપી છે. પીએમએ કહ્યું છે કે, ખાડી અને પશ્ચિમ એશિયા ક્ષેત્ર તેમના માટે મુખ્ય પ્રાથમિકતામાં સામેલ છે. ખાડી અને પશ્ચિમ એશિયા સાથે સર્વગ્રાહી સંબંધોને ભારત મહત્વ આપે છે.
પીએમ મોદી ફિલીસ્તીન, સંયુક્ત અરબ અમિરાત અને ઓમાનની ચાર દિવસની યાત્રાએ શુક્રવારે રવાના થયા. પીએમ મોદી પેલેસ્ટાઇન જનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. તેમની પશ્ચિમ એશિયા અને ગલ્ફ દેશોની આ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પીએમ મોદીની આ યાત્રાથી બન્ને પક્ષ વચ્ચે પરસ્પર મિત્રતા ગાઢ થશે આ સાથે જ આર્થિક સંબંધો પણ મજબૂત બનશે.
પ્રધાનમંત્રી મોદી પ્રથમ ચરણમાં પેલેસ્ટાઇન જશે, જ્યાં યાસર અરાફાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરશે. પીએમ મોદી સંયુક્ત અરબ અમિરાતની પણ મુલાકાત કરવાના છે, ત્યારે 34 વર્ષ પછી કોઇ ભારતીય પ્રધાનમંત્રી પહોંચશે. UAEમાં બન્ને પક્ષ વચ્ચે આર્થિક અને સુરક્ષા ક્ષેત્રે સમજૂતી થશે. પીએમ મોદી અબૂ ધાબીના શેખ મોહમ્મદ બિન જાયેદ સાથે દ્રિપક્ષીય મુલાકાત કરશે. UAEમાં આયોજીત છઠ્ઠા વાર્ષિક વિશ્વ પ્રશાસન શિખર સમ્મેલનમાં પણ પીએમ મોદી સંબોધન કરશે. બંને દેશ વચ્ચે રક્ષા અને સુરક્ષા ક્ષેત્ર સમજૂતી થશે.