Skip to main content
Settings Settings for Dark

PM મોદી આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે ઐતિહાસિક 'પ્રમ્બાનન મંદિર'ની લેશે મુલાકાત

Live TV

X
  • PM મોદી આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે ઐતિહાસિક 'પ્રમ્બાનન મંદિર'ની લેશે મુલાકાત

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ઇન્ડોનેશિયા મુલાકાતના બીજા દિવસે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. PM મોદી આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે યોગ્યાકાર્તા સ્થિત પ્રખ્યાત પ્રમ્બાનન મંદિરની વિશેષ મુલાકાત લેશે.

    આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે એક મોટી જાહેરાત પણ થવા જઈ રહી છે, જેના હેઠળ ભારત સરકાર આ ભવ્ય મંદિર સંકુલના સંરક્ષણ અને પુનઃનિર્માણ માટે આર્થિક અને તકનીકી મદદ પૂરી પાડશે. આ પ્રોજેક્ટ ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિ અને સાંસ્કૃતિક કૂટનીતિનો એક મહત્વનો ભાગ છે.

    ભારત-ઇન્ડોનેશિયાના 1000 વર્ષ જૂના સંબંધોની સાક્ષી
    આ ઐતિહાસિક મુલાકાત ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સદીઓ જૂના, એટલે કે 1000 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં રહેલા ઊંડા સાંસ્કૃતિક, ધાર્મિક અને સભ્યતાના સંબંધોને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરે છે.
     
    શું છે આ પ્રમ્બાનન મંદિરની વિશેષતાઓ?
    ૯મી સદીમાં નિર્મિત પ્રમ્બાનન મંદિર માત્ર ઇન્ડોનેશિયા જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણપૂર્વ એશિયાના સ્થાપત્યની શ્રેષ્ઠ કૃતિઓમાંનું એક ગણાય છે. આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો નીચે મુજબ છે: 

    સૌથી મોટું હિન્દુ મંદિર સંકુલ: 

    આ ઇન્ડોનેશિયાનું સૌથી મોટું અને ભવ્ય હિન્દુ મંદિર સંકુલ છે, જેને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. મૂળરૂપે આ વિશાળ સંકુલમાં નાના-મોટા મળીને કુલ 240 મંદિરો આવેલા છે. આ મંદિરો સનાતન ધર્મના પૂજનીય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ (ત્રિદેવ) ને સમર્પિત છે, જેમાં શિવજીનું મુખ્ય મંદિર 47 મીટર ઊંચું છે.

    પથ્થરો પર કંડારેલી રામાયણ અને જીવંત પરંપરા

    આ ઐતિહાસિક મંદિરની દિવાલો અને પથ્થરના કામ પર પવિત્ર ગ્રંથ 'રામાયણ' ના દ્રશ્યો ખૂબ જ સુંદર રીતે કોતરવામાં આવ્યા છે. સદીઓ વીતી ગઈ હોવા છતાં આજે પણ આ મંદિર સંકુલમાં ઓપન-એર થિયેટરમાં 'રામાયણ બેલે' (રામલીલા) નાટક ખૂબ જ ધામધૂમથી ભજવવામાં આવે છે, જે ઇન્ડોનેશિયાની સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ બની ચૂક્યું છે.

    આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) કરશે મદદ

    સદીઓ દરમિયાન આવેલા ભૂકંપ અને જ્વાળામુખીના કારણે આ મંદિરના ઘણા હિસ્સાને નુકસાન પહોંચ્યું છે. હવે, ભારત તરફથી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) ઇન્ડોનેશિયાની એજન્સીઓ સાથે મળીને આ મંદિર સંકુલના નાના મંદિરોના જીર્ણોદ્ધાર અને સંરક્ષણનું કામ સંભાળશે.

    આ સાથે જ બંને દેશોએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને ઇન્ડોનેશિયાના પ્રથમ શિક્ષણ મંત્રી દેવાંતરાની યાદમાં વર્ષ  2026-2027ને 'ટાગોર-દેવાંતરા સાંસ્કૃતિક અને શૈક્ષણિક કૂટનીતિ વર્ષ' તરીકે ઉજવવાની પણ જાહેરાત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply