USમાં આર્મીના 2 'બ્લેક હોક' હેલીકોપ્ટર્સ ક્રેશ, 9 લોકોના થયા મોત
Live TV
-
કેન્ટુકીમાં ઉડાન ભરી રહ્યા હતા તે દરમિયાન અમેરિકાના બે અત્યાધુનિક બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયા હતા. આ ઉપરાંત અથડામણને કારણે તેમાં આગ લાગી હતી 9 લોકોના મોત થયા હતા.
બ્લેક હોક એક ફ્રન્ટ લાઈન યુટિલિટી હેલિકોપ્ટર છે જેને અમેરિકાએ વિયેતનામ યુદ્ધ દરમિયાન સબક શીખ્યા બાદ તૈયાર કર્યું હતું. આ હેલિકોપ્ટરને ખાસ મિશન હાથ ધરવા માટે અસરકારક માનવામાં આવે છે, કારણ કે તેમની ઝડપ વધુ છે અને તેમાં વધુ તકનીકી બાબતો છે. બ્લેક હોક 1381 માઈલ સુધીની રેન્જ ધરાવે છે. અમેરિકાએ બ્લેક હોક હેલિકોપ્ટરનો ઉપયોગ આતંકવાદી ઓસામા બિન લાદેનને મારવા માટે કર્યો હતો.
