ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે રાજસ્થાનના પ્રવાસે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે રાજસ્થાનના પ્રવાસે છે. જ્યાં ઉપરાષ્ટ્રપતિ બાંસવાડા, ઉદયપુર અને જયપુરની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પહેલા ઉદયપુર પહોંચશે જ્યાંથી તેઓ બાંસવાડા જશે અને ત્રિપુરા સુંદરી મંરની મુલાકાત લેશે અને પૂજા કરશે.
ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખડ ગોવિંદ ગુરુ ટ્રાઇબલ યુનિવર્સિટી પહોંચશે અને ત્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ આદિજાતિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ભોજન પણ લેશે.
