Skip to main content
Settings Settings for Dark

 એક વર્ષથી ચાલનારા ખેડૂત આંદોલનનો આજે આવ્યો અંત

Live TV

X
  • સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ કૃષિ કાયદાઓ અને સંબંધિત મુદ્દાઓ પર આંદોલન સ્થગિત કર્યું

    સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ કૃષિ કાયદાઓ અને સંબંધિત મુદ્દાઓ પર તેના ચાલુ આંદોલનને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢુનીએ કહ્યું કે,આ નિર્ણય ખેડૂત નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે, આંદોલનકારી ખેડૂતો 11 ડિસેમ્બર શનિવારથી વિરોધ સ્થળ સિંધુ બોર્ડર છોડવાનું શરૂ કરશે. નોંધનીય છે કે  એક વર્ષથી ચાલનારા આ આંદોલનની સમાપ્તિનું એલાન 32 ખેડૂત સંગઠનોના બનેલા સંયુક્ત કિસાન મોર્ચાએ કર્યું છે. તેમણે કહ્યું કે, ખેડૂત આગેવાનો આગામી મહિનાની 15મી તારીખે સમીક્ષા બેઠક યોજશે અને જો સરકાર તેમના વચનો પૂરા નહીં કરે તો તેઓ ફરીથી આંદોલન શરૂ કરશે. દિલ્હીની સરહદો પર ખેડૂતો લગભગ એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે.

    વર્તમાન શિયાળુ સત્રના પહેલા દિવસે સંસદે ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરી દીધા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિનાની 19 તારીખે 2019માં બનેલા નવા કૃષિ અધિનિયમને રદ્દ કરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા અને તેમના ઘરે પાછા ફરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, કૃષિ સંબંધિત તમામ પાસાઓની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply