દેશમાં અત્યાર સુધીમાં 276 જળ શક્તિ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવીઃ ગજેન્દ્રસિંહ શેખાવત
Live TV
-
લોકસભામાં જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું- દેશમાં અત્યાર સુધીમાં જિલ્લા સ્તરે 276 જળ શક્તિ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, અત્યાર સુધીમાં કોલ્હાપુર, સાંગલી, અહમદનગર, થાણે, જલગાંવ અને નંદુરબાગ જિલ્લાઓ સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 276 જળ શક્તિ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્ય સરકારોને જળ સંરક્ષણ વિશે માહિતી પ્રસારિત કરવા માટે દરેક જિલ્લા મુખ્યાલયમાં જળ શક્તિ કેન્દ્રો સ્થાપવા વિનંતી કરવામાં આવી છે. લોકસભામાં પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે,વર્ષ 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરોમાં નિયમિત નળ દ્વારા પૂરતો પુરવઠો પૂરો પાડવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળીને જલ જીવન મિશન-હર ઘર જલના માધ્યમથી પીવાનું પાણી પૂરું પાડવું. તેમણે કહ્યું કે, આ યોજના પાછળ ત્રણ લાખ સાઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
