શોપિયાંમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ થયા ઠાર
Live TV
-
દક્ષિણ કાશ્મીરનાના શોપિયા જિલ્લામાં આજે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે જિલ્લાના વાચી ઝૈનાપોરા વિસ્તારમાં આતંકીઓની હાજરીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. છૂપાયેલા આતંકવાદીઓએ ગોળીબારી કરી હતી અને તે દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી શસ્ત્રો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. ઓપરેશન હજી ચાલુ છે, જ્યારે હત્યા કરાયેલા આતંકીઓની ઓળખ મળી રહી છે. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક હિઝબુલ મુજાહિદ્દીનનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર છે. જોકે પોલીસે હજી સુધી તેની ઓળખ જાહેર કરી નથી
