રોબર્ટ વાડ્રાના નજીકના NRI વેપારી સી સી થંપીની ધરપકડ
Live TV
-
રોબર્ટ વાડ્રાના અત્યંત નજીકના અને UAE બેઝ્ડ NRI વેપારી સી સી થંપીની ધરપકડ કરવામાં આવી છે...કેન્દ્રીય તપાસ એજન્સી EDએ સી સી થંપીની ધરપકડ કરી છે...થંપી પર દુબઈમાં રહીને ઘણી ડિફેન્સ કરાર સહિત અન્ય ઘણા મોટા કરાર કરવાના આરોપ છે...સી સી થંપી દુબઈ સહિત ભારતમાં ઘણી જગ્યાઓ પર ગેરકાયદે સંપત્તિ બનાવી ચૂક્યો છે...થંપી પર ભારતમાં ઘણી ડિફેન્સ કરારને પરિણામ આપવાનો પણ આરોપ છે...થંપી શારજાહ બેઝ્ડ કંપની સાથે જોડાયેલા છે...રોબર્ટ વાડ્રાની લંડન સ્થિત પ્રોપર્ટીમાં પણ સંજય ભંડારી અને સી સી થંપીનું નામ સામે આવ્યું છે...મહત્વનું છે કે EDની ટીમે પણ રોબર્ટ વાડ્રા સાથે NRI વેપારી થંપી વિશે ઘણી વખત પૂછપરછ કરી છે...
