LJP 50 સીટો પર એકલા ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડશે
Live TV
-
એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે પાર્ટી આગામી ચૂંટણીઓમાં ભાજપ સાથે લડે, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમના પત્રનો જવાબ આપ્યો નથી.
લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી અલગ થઈને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટી 81માંથી 50 સીટ પર ચૂંટણી લડશે. એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે પાર્ટી આગામી ચૂંટણીઓમાં ભાજપ સાથે લડે, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમના પત્રનો જવાબ આપ્યો નથી. તેમણે કહ્યું કે એલજેપીએ ગત ચૂંટણીઓમાં ભાજપે ખરાબ પ્રદર્શન કર્યુ હોય તેવા વિસ્તારોમાં ફક્ત છ બેઠકોની માંગ કરી હતી.
આ પહેલા એલજેપીએ ભાજપ સાથે સંપર્ક કર્યો હતો અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.એલજેપીએ 2005માં 38 સીટ પર ચૂંટણી લડી હતી પરંતુ એક પણ ઉમેદવારને જીત નહતી મળી. જ્યારે 2009માં ચૂંટણીમાં એલજેપીએ ઝારખંડમાં 10 અને 2014માં એનડીએ ગઠબંધન અંતર્ગત એક સીટ પર ચૂંટણી લડી હતી. 2009 અને 2014માં એક પણ સીટ પર એલજેપી ઉમેદવારને જીત મળી શકી નહોતી.
