મહારાષ્ટ્રમાં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણનો રાષ્ટ્રપતિને સોંપ્યો રિપૉર્ટ
Live TV
-
એક પણ પક્ષ સરકાર રચવાની સ્થિતિમાં નહીં હોવાથી લેવાયો નિર્ણય, શિવસેનાએ રાજ્યપાલના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો
મહારાષ્ટ્રમાં સરકાર રચનાની અનિશ્ચિતતાઓ વચ્ચે રાજ્યના રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યમાં કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરી છે. રાજયપાલે રાષ્ટ્રપતિને અહેવાલ સોંપતા જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં બંધારણીય રાહે સરકાર રચના થઈ શકે તેમ નથી. બીજી તરફ શિવસેના , એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર રચવા મંત્રણાઓનો દોર ચાલતો રહ્યો હતો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ના રાજયપાલના નિર્ણયને શિવસેના સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ પહેલા રાજ્યપાલે ગઈરાતે NCPને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે, NCPને આજે રાત્રે 8.30 કલાક સુધીનો સમય આપવામાં આવ્યો હતો. એનસીપી પહેલા રાજ્યપાલને મળેલી શિવસેના તેને અન્ય પક્ષોનું સમર્થન હોવાનો કોઈ પત્ર રજૂ કરી શકી નહોતી. શિવસેનાએ વધુ સમયની કરેલી માંગણીને રાજ્યપાલે ફગાવી દીધી હતી. મહારાષ્ટ્રમાં શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો છે.
