અંગદાન માટે જાગૃતિ કેળવવા પર કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અનુરોધ કર્યો
Live TV
-
કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અંગદાન માટે જાગૃતિ કેળવવા પર અનુરોધ કર્યો છે. તેમણે આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય અંગ પ્રત્યારોપણ સંસ્થા-નોટો દ્વારા આયોજીત બારમા ભારતીય અંગદાન દિવસ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું કે, અંગદાન માટે માનવતાના દ્રષ્ટિકોણ સાથે જનભાગીદારી જરૂરી છે. કેન્દ્રિય આરોગ્ય રાજ્યમંત્રી ડૉકટર ભારતી પવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના સતત પ્રયાસોને કારણે દેશમાં અંગદાનની સંખ્યા હવે વધીને 12000 થઇ ગઇ છે. આ પ્રસંગે અંગદાતા પરિવારો અને અંગ પ્રત્યારોપણ કરનાર ડૉકટરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
