અંતરિક્ષ, પરમાણુ ઊર્જા, AI ક્ષેત્રે ભારત-બ્રિટન વચ્ચે સહયોગ વધારવા પર ભાર: જિતેન્દ્ર સિંહ
Live TV
-
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે બ્રિટનના મંત્રી જોનાથન રેનોલ્ડ્સ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી..ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે નવી તકો ઊભી થઈ
ભારત-બ્રિટન વચ્ચે અંતરિક્ષ, નાગરિક પરમાણુ ઊર્જા અને AI ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકાયો... કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે બ્રિટનના મંત્રી જોનાથન રેનોલ્ડ્સ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠકમાં સ્મોલ મોડ્યુલર રિએક્ટર, સ્વચ્છ ઊર્જા, સ્ટાર્ટઅપ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ ટેક્નોલોજી અને તબીબી સંશોધન સહિતના મહત્ત્વના વિષયો પર ચર્ચા થઈ હતી.
ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રે થયેલા સુધારાથી ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે નવી તકો ઊભી થઈ છે. તેમણે ભારતના આશરે 800 અંતરિક્ષ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સના અનુભવનો લાભ લેવા બંને દેશોના સ્ટાર્ટઅપ્સ વચ્ચે સંપર્ક વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
બંને દેશોએ પરમાણુ ઊર્જા, કેન્સર સંશોધન, સાયબર સુરક્ષા અને અદ્યતન ટેક્નોલોજીમાં સંયુક્ત સંશોધન તથા ઔદ્યોગિક સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. આ ભાગીદારીથી નવીનતા, રોકાણ અને વ્યાવસાયિક તકોને વેગ મળવાની અપેક્ષા છે.
