Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને લઈને મોટો નિર્ણય, હવે જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શન નહીં થઈ શકે

Live TV

X
  • દિલ્હીમાં આજે વિરોધ પક્ષોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે કહ્યું હતું કે, સુરક્ષા  વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.  

    દિલ્હીમાં વિરોધ પક્ષોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે નાગરિકોને અસરગ્રસ્ત માર્ગો અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવાની સલાહ આપી છે. 

    આ દરમિયાન, દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શન અને ધરણા માટે ત્રણ નવા સ્થળો નિયુક્ત કર્યા છે. જેમાં રામલીલા મેદાન, બુરારી મેદાન અને સીબીડી ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, જંતર મંતરને નિયુક્ત વિરોધ સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે.

    બીજી તરફ, સુરક્ષાના કારણોસર દિલ્હી મેટ્રોના છ મુખ્ય સ્ટેશનો આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે મુસાફરોને વૈકલ્પિક માર્ગો અને પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે. પોલીસે નાગરિકોને સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપવા અને ટ્રાફિક સંબંધિત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
apply