અંતિમ બે તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં
Live TV
-
અમિત શાહ પશ્ચિમ બંગાળમાં,યુપીના સીએમ યોગી આદિત્યનાથ દિલ્હીમાં જાહેરસભા ગજવશે તો રાહુલ ગાંધી ઝારખંડ,પશ્ચિમ બંગાળમાં જ્યારે પ્રિયંકા ગાંધી હરિયાણામાં કરશે પ્રચાર
લોકસભાની ચૂંટણીના હવે અંતિમ બે તબક્કા બાકી છે ત્યારે રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં જાહેસભા કરશે પશ્ચિમ મેદની પુર અને વિષ્ણુ પુરમાં અમિત શાહ પ્રચાર કરશે તો આ તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધશે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભા સંબોધશે. પ્રિયંકા ગાંધી પણ આજે અંબાલા, હિસાર ,અને રોહતકમાં ચૂંટણી સભા સંબોધશે..