લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં કુલ 62.56 ટકા થયું મતદાન
Live TV
-
લોકસભા ચુંટણીના પાંચમાં ચરણનું મતદાન આજે સવારથી શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગયું છે. પાંચમા તબક્કાનું આજે કુલ 62.56 ટકા મતદાન થયું છે.
ઉત્તરપ્રદેશ,પ.બંગાળ, જમ્મુ કાશ્મીર સહિત સાત રાજ્યોમાં 51 લોકસભા બેઠકો માટે આજે મતદાન થયું છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં કેદ થયા છે.
સૌથી વધુ 74 ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું તો સૌથી ઓછું 17 ટકા મતદાન જમ્મુ કાશ્મીરમાં નોંધાયું છે. જો કે એક ગ્રેનેડ હુમલો થયો હોવા છતાં જમ્મુ-કાશ્મીરના મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.