ઓડિશાને 1000 કરોડ રૂપિયાની સહાયની PM મોદીની જાહેરાત
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ ફોનીથી પ્રભાવિત ઓરિસ્સાના વિસ્તારોનું આજે હવાઈ સર્વેક્ષણ કર્યું, સાથે જ આ ચક્રવાતી તોફાન સામે ટક્કર લેવા બદલ ઓડિશાના સીએમ નવીન પટનાયક સહીત ત્યાના લોકોના કર્યા વખાણ, પીએમે 1000 કરોડ રૂપિયાના મદદની કરી જાહેરાત.
ચક્રવાતી તોફાન ફોનીના કહેર પછી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. તોફાન પછી ઓડિશાના અનેક જિલ્લાઓ સંપર્ક વિહોણા છે. પ્રધાનમંત્રી આજે ઓડિશાની મુલાકાતે છે. પ્રધાનમંત્રી સાથે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક હેલિકોપ્ટર દ્વારા પુરી, ભુવનેશ્વર અને પુરીના આસપાસના વિસ્તારોમાં હવાઈ સર્વેક્ષણ કર્યું. ઉપરાંત આ વિસ્તારોમાં રાહત કાર્ય પણપણ પૂરજોશમાં ચાલી રહ્યું છે..