રાહુલ ગાંધીની હરિયાણામાં તો અમિત શાહની બિહારમાં ચૂંટણી સભા
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે હરિયાણાના ભિવાનીમાં ચૂંટણી સભા સંબોધી હતી.
રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધતા બેરોજગારી અને ખેડૂતોની સમસ્યા વિશે વાત કરી હતી. સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું ,કે પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી જનતાની સમસ્યાને સમજી શકી નથી.
બિહારના ચંપારણમાં અમિત શાહે ચૂંટણી રેલી સંબોધી હતી. તેમણે ચૂંટણી સભામાં જણાવ્યું ,કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના જીવનમાં પરિવર્તન લાવવા અનેક વિધ યોજનાઓ અમલમાં મૂકી વિકાસ ક્ષેત્રે હરણ ફાળ ભરી છે.